Skip to content Skip to sidebar Skip to footer

NARAYAN SWAMI SAKHI LYRICS નારાયણ સ્વામી સાખી

નારાયણ સ્વામી સાખી
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

જેમ જેમ જીવ છૂટવા ઉપાય કરે
એમ તો ડબલ બંધાય
આપ બળે છૂટે નહિ જો ન છોડાવે ત્રિભુવન નાથ
જ્યાં જાગે ત્યાં રામ જપ
સૂતાં રામ ને સંભાળ
ઉઠત બૈઠત આત્મા
ચાલંતા ચિતાર

રામ જપે અનુરાગ સે
સબ દુખડા રે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે
લોહા ભી કંચન હોય

નારાયણ રા નામ સુ
લોક મરત હૈ લાજ
બુડેલા બુધ બાયરા
જલ બીચ છોડ જહાજ

સદગુરુ ગણપતિ શારદા
ત્રણેય નમન કરવાના સ્થાન
ચરણે ગયે સુખ આપશે
પૂરે હૃદય ની હામ

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે
ગુરુ બિન મિટે ન ભેદ
ગુરુ બિન સંશય ટળે નહિ
ભલે વાચિલે ચારો વેદ

ગુરુ મિલા તો સબ કુછ મિલા
ઔર મિલા નહિ કોઈ
શ્રુત દારા ઔર લક્ષ્મી
વોતો પાપી જનકે ઘરમે ભી હોય

સદાય ભવાની સહાય રહો
સન્મુખ વસો ગણેશ
પંચદેવ મળી મારી રક્ષા કરો
ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ

ભાગ્ય બડા તો રામ ભજ
વખત બડા કછુ દેહ
અકલ બડી તો ઉપકાર કર
માનસ જન્મ સફળ કરલે

સંત મિલન કો જાઈએ
તજ માન મોહ અભિમાન
જ્યો જ્યો પાવ આગે ધરે
કોટિ અગ્ન સમાન

હે ઈશ્વર તુ એક છે
તે ખૂબ ઘડ્યો સંસાર
પૃથ્વી પાણી પર્વતો
ખૂબ કીધો શણગાર

આ જગત માં જન્મીને કહો
સત્કર્મ તમે સા સા કર્યા
પાપ તેમજ પુણ્ય ના ભાથા કેટલા ભર્યા
જવાબ પડશે આપવો જ્યારે
ત્યારે કાટાની માફક ખૂચસે
યાદ રાખજો એ પ્રશ્નો પ્રભુ તમને પૂછશે

કેમ કે રહ્યા ન રાણા રાજીયા આ દુનિયામાં
સુરનર મુનિવર સમેત
તુતો તરણા તુલ્ય છે
માટે ચેત નર ચેત

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.


ટિપ્પણી પોસ્ટ કરો for "NARAYAN SWAMI SAKHI LYRICS નારાયણ સ્વામી સાખી"