https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW ATO PANKHIDANO MALO LYRICS આતો પંખીડાનો માળો - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

ATO PANKHIDANO MALO LYRICS આતો પંખીડાનો માળો


આતો પંખીડાનો માળો
કલાકાર - નિરંજન પંડ્યા
આલ્બમ - ભજનવાણી
લેબલ - સ્ટુડીઓ સંગીતા
શબ્દો - દાસ વજીર
તાલ - કેહરવા

(સાખી)
પંખી પાણી પી લે છે
ઘટે ના સરિતા નીર
ધરમ કિયે ધન ના ઘટે
સહાય કરે રઘુવીર

આતો પંખીડાનો માળો
સૌનો રામજી છે રખવાળો
કોઈ કેર ના કરશો કાળો
આતો પંખીડાનો માળો

એ મનખા દેહ મળ્યો છે મોંઘો
ના સમજો એને સોંઘો
પાપ પુણ્ય ને સેવા સમરણનો
થઈ રહ્યો છે સરવાળો
આતો પંખીડાનો માળો
સૌને પ્રેમ થકી નિહાળો

મોહ માયા ને રાગ દ્વેષ માં
લાગ્યો એક ઈર્ષ્યાનો અંગારો
કામ ક્રોધ ની કેળી આગળ
પંથ આ છે ખટાળો
આતો પંખીડાનો માળો
સૌને પ્રેમ થકી નિહાળો

પ્રપંચ પાખંડ કુળ કપટ માં
વીતી જાય જન્મારો
તારો હાલ્યો જાય જન્મારો
અંત સમય સૌ આડા આવે
લેખા લે ઉપર વાળો
આતો પંખીડાનો માળો
સૌને પ્રેમ થકી નિહાળો

અભિમાન માં અંધ બનીને
ભૂલી ગયો પ્રભુને ભમરાળો
કળક કાયદો છે કુદરત નો
હાલે નઈ ત્યાં ગોટાળો
આતો પંખીડાનો માળો
સૌને પ્રેમ થકી નિહાળો

પાચ તત્વ નો આ છે માળો
એમાં બોલે બોલનહારો
રામ ભજન કર દાસ વજીરિયા
મનખો રૂળો રૂપાળો
આતો પંખીડાનો માળો

સૌનો રામજી છે રખવાળો
કોઈ કેર ના કરશો કાળો
આતો પંખીડાનો માળો


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ATO PANKHIDANO MALO LYRICS આતો પંખીડાનો માળો"