Skip to content Skip to sidebar Skip to footer

DAN MAGE KANUDO DAN MAGE LYRICS દાણ માગે કાનુડો દાણ માગે

દાણ માગે કાનુડો દાણ માગે
કલાકાર - નંદલાલ ચંગા , રાજેશ આહીર
શબ્દો - પ્રાચીન શબ્દો
મ્યુઝીક - શિવમ ગુંડેચા
આલ્બમ - વ્રજ રાસ
ફ્લુટ - અવિનાશ મકવાણા
તાલ - હીંચ , એક તાલી , ગરબા

શ્રી રાધા રાશેશ્વરી
રસ શેખર ઘનશ્યામ
મુરલી અધર વિરાજતી
કાલિંદી સુખધામ...

હારે દાણ માગે કાનુડો દાણ માગે
એની મોરલીમાં એની બંસરીમાં (૨)
વેણુ નાદ વાગે
કાનુડો દાણ માગે
હરે દાણ માગે કાનુડો દાણ માગે

હારે કાન કિયા મલક નો તુ સુબો
હે મારા મારગ વચ્ચે સિદ્ધ ઊભો
કાનુડો દાણ માગે
હરે દાણ માગે કાનુડો દાણ માગે

હે કાન કિયા મલકનો છે રાજા
હે તારી સાથે ગોવાળિયા જાજા
કાનુડો દાણ માગે
હરે દાણ માગે કાનુડો દાણ માગે

એની મોરલીમાં એની બંસરીમાં (૨)
વેણુ નાદ વાગે
કાનુડો દાણ માગે
હરે દાણ માગે કાનુડો દાણ માગે

હે બાયું વ્રજ માં તે વાતું એવી થાય છે
હે મારો વાહલો મથુરામાં જાય છે રે
મારો કરશન મથુરામાં જાય છે
હે રથ જોડી અકૃરજી આવિયા રે
મારા સાચા સમાચાર લાવિયા રે
હે બાયું વ્રજ માતે વાતું એવી થાય છે

હે કોઈ દાડે હરી ને નથી દુબિયા રે
તોય આવળાં ઉદાસી પ્રભુ કા થયા રે
હે બાયું વ્રજ માવાતું તે એવી થાય છે
હે સખી આપણે રંગ દાખીએ રે
હાથ જાલી હરિને ઊભા રાખીએ રે

એની મોરલીમાં એની બંસરીમાં (૨)
વેણુ નાદ વાગે
હરે દાણ માગે કાનુડો દાણ માગે
હરે દાણ માગે કાનુડો દાણ માગે


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "DAN MAGE KANUDO DAN MAGE LYRICS દાણ માગે કાનુડો દાણ માગે"