Skip to content Skip to sidebar Skip to footer

MARAN NI AKHARI GHATI LYRICS મરણ ની આખરી ઘાટી


મરણ ની આખરી ઘાટી
કલાકાર - પરેશ વડીયા
શબ્દો - સંત પુનીત
તાલ - દાદરા , અન્ય રીતે પણ ગાઈ શકાય

મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે
રૂપાળી આ દેહ ને તારી જરૂર થી બાળવાની છે
મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે

મરણ થી ના કદી ડરવું જીવન ને જાણીને મરવું
કરી સત્ય કામ થી તરવું
આ મજાઓ બધી માણવાની છે
મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે

કરોડો જન્મો ના પાપો પ્રભુ ના નામથી કાપો
એ હૃદય માં શાંતિ સ્થાપો
ઉપાધિ પછી ટળવાની છે
મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે

સદાયે સંતોષ ધારીને ભરો પગલું તમે વિચારી
પુનિત કહે જીંદગી તારી
સમજણથી ગાળવાની છે
મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે

મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે
રૂપાળી આ દેહ ને તારી જરૂર થી બાળવાની છે
મરણ ની આખરી ઘાટી
જીવન માં આવવાની છે


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

2 ટિપ્પણી for "MARAN NI AKHARI GHATI LYRICS મરણ ની આખરી ઘાટી"

  1. અજ્ઞાત6/6/22 4:47 AM

    He mara Ram ni Raja nai

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભાઈ આ ભજન સાઈટ પર એડ કરી દીધું છે ચેક કરી લેજો.
      ધન્યવાદ...

      કાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.