Skip to content Skip to sidebar Skip to footer

Ramapirno Helo Lyrics હેલો મારો હાંભળો રણુજાના રાય ગુજરાતીમાં

હેલો મારો હાંભળો રણુજાના રાય
કલાકાર - કિંજલ દવે
શબ્દો - મનુ રબારી
મ્યુઝિક - યોગેશ પુરાબિયા
તાલ - ત્રણ તાળી, કેહરવા , ચલતી

એ હેલો મારો હાંભળો
હેલો મારો હાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હે વાણિયો ને વાણીયણ જાત્રાયુ જાય
માલ દેખીને એને ચોર વાહે થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હા હેલો મારો સુણજો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

એ ઊંચા ઊંચા ડુંગરા
ઊંચા ઊંચા ડુંગરા વસમી છે વાટ
બે હતા વાણીયા ને ત્રીજો ભળ્યો ચોર
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હા ઘેરી ઘેરી ઝાડીયુંને વચમાં છે વાટ
મારી નાખ્યો વાણિયો ને માલ લઇ ગ્યા ચોર
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

એ ઉભી ઉભી અબળા
ઉભી ઉભી અબળા કરે છે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગ્યો આવાજ
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

લીલુડો છે ઘોડલો હાથમાં છે તીર
વાણીયાને વ્હારે ચડ્યા રામદેવ પીર
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

એ ઊઠ ઊઠ અબળા
ઊઠ ઊઠ અબળા ધડ માથું જોડ
ત્રણેય ભુવનમાંથી ગોતી લાવું ચોર
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

ભાગ ભાગ ચોર તું કેટલેક જાય
વાણીયાનો માલ તું કેટલા દાડા ખાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

એ આંખે કરું આંધળો
આંખે કરું આંધળો દિલે કાઢું કોઢ
દુનિયા જાણે કે આતો રામાપીરનો ચોર
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

એ ગાય દલુ વાણિયોને ભલી રાખી ટેક
રણુજા શેહરમાં એને પેહરી લીધો ભેખ
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય

હા હેલો મારો સુણજો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો..
મારો હેલો હાંભળો રણુજાના રાય 

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ramapir no helo lyrics in gujarati

1 ટિપ્પણી for "Ramapirno Helo Lyrics હેલો મારો હાંભળો રણુજાના રાય ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.