Skip to content Skip to sidebar Skip to footer

Shiv Ne Bhajo Jiv Din Raat Stuti Lyrics શિવ ને ભજો જીવ દિન રાત ગુજરાતીમાં

શિવ ને ભજો જીવ દિન રાત
કલાકાર - કિર્તીદાન ગઢવી
લેબલ - શિવ ભજન
તાલ - કેહરવા , ચલતી

છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન-રાત,
ડાક-ડમરું ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત.
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

કાર્તિક-ગણેશ શિવ ના બાળ,
ઉમૈયા અર્ધાંગીની નાર;
દશાનન ભજે શિવ ના નામ,
તેઓ પણ કરે છે એક જ વાત;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

શિવજી શોભે છે કૈલાશ,
ત્યાં વસે દેવો-ઋષિ-રાજ;
ચારણો નંદી ચરાવે ત્યાંજ,
કરે છે ચાર વેદ ની વાત;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

કરે છે શિવજી તાંડવ નાચ,
દિગપાળો ના જુકતા હાથ;
જોઇને દેવો ફફડે આજ,
ભોળા ને વિનવે બેઉ હાથ;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

હરિ ઓમ હર હર ના જ્યાં નાદ,
ત્યાં શશી-ભાણ ઉગે દિન-રાત;
તુજ વિણ દીપ "પ્રદીપ" ના વાત,
શિવ છો કણ કણ માં હયાત;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Shiv Ne Bhajo Jiv Din Raat Stuti Lyrics શિવ ને ભજો જીવ દિન રાત ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.