Skip to content Skip to sidebar Skip to footer

Ghor Andharire Rataldima Garba Lyrics ઘોર અંધારી રે  રાતલડીમાં ગુજરાતીમાં

ઘોર અંધારી રે  રાતલડીમાં
કલાકાર - સુરેશ રાવળ
મ્યુઝિક - પંકજ ભટ્ટ
લેબલ - માતાજી
તાલ - ચલતી , ત્રણ તાળી

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Ghor Andharire Rataldima Garba Lyrics ઘોર અંધારી રે  રાતલડીમાં ગુજરાતીમાં"