Skip to content Skip to sidebar Skip to footer

HE MANAV VISHWAS KARILE BHAJAN LYRICS હે માનવ વિશ્વાસ કરી લે

હે માનવ વિશ્વાસ કરી લે
કલાકાર - હેમંત ચૌહાણ
શબ્દો - આપાભાઈ ગઢવી
મ્યુઝિક - અપ્પુ
તાલ -  કેહરવા

હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું

આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું
વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું
હે માનવ...

ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છુ
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છુ
હે માનવ...

શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છુ
રજા સિવાય અંદર ન આવો એ વાંચીને વયો જાઉં છું
હે માનવ...

દીન દુઃખિયા પર નફરત દેખી નિત્ય આંસુએ નાઉ છું
સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું
હે માનવ...

ઓળખનારા ક્યાં છે આજે ? દંભીથી દુભાવું છુ
આપ કવિની ઝુંપડીએ જઈ રામ બની રહી જાઉં છું
હે માનવ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

2 ટિપ્પણી for "HE MANAV VISHWAS KARILE BHAJAN LYRICS હે માનવ વિશ્વાસ કરી લે"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.