Skip to content Skip to sidebar Skip to footer

Ramta Lal Jogi Lyrics રમતા લાલ જોગી (મનુષ્ય મોજડી)

રમતા લાલ જોગી
કલાકાર - જીગર ઠાકોર
શબ્દો - તળશીજી ઠાકોર
મ્યુઝિક - શશી કાપડીયા
લેબલ - શિવ ભજન
તાલ - એક તાળી , હીંચ

લાલ લાલ જોગી રમતા લાલ જોગી
હવે લાલ લાલ જોગી રમતા લાલ જોગી 
લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી
લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી
હવે આગળ મહાદેવજી પાછળ છે પાર્વતી
હો કેહતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી
તમારા મલકમાં સવ વસ્ત્ર પહેર્યું
મનુષ્ય મોજડી મને લઈ આલો મહાદેવજી

હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી
હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી
હો ભંમગો જૂના નારી ઓથા ઘણા પડતા
ચલમ ચિપિયાના પૈસા નથી મળતા
મનુષ્ય મોજડી ચોઈથી લાવું હું પાર્વતી

હવે કહેતા પાર્વતી સંભળોરે મહાદેવજી
મોજડી ના લઈ આલો મારે મૈયર જવાદો
અમારા મલક માં ગાયો ભેંસો ઘણી
અમારા મલક માં દહીં દૂધ ઘણો
દહીં દૂધ વેચી મોજડી લાવસુ રે મહાદેવજી

હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી
તમારા મૈયર જવાની ના નહિ પાડતો
તમારા મૈયર માં ઠગારા ઘણા છે
તમારા મૈયર માં ધુતારા ઘણા છે

હવે કહેતા પાર્વતી સંભળોરે મહાદેવજી
કૈલાશ જેવું મારે સાસરું રે એવું
મહાદેવજી જેવા મારે પતિ પણ એવા
હવે લાલ લાલ જોગી રમતા લાલ જોગી 
હવે લાલ લાલ જોગી રમતા લાલ જોગી
લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી
લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી
લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Manushy mojdi lyrics shiv bhajan

2 ટિપ્પણી for "Ramta Lal Jogi Lyrics રમતા લાલ જોગી (મનુષ્ય મોજડી)"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.