Skip to content Skip to sidebar Skip to footer

Shu Puchho Chho Mujne Bhajan Lyrics શું પૂછો મુજને ગુજરાતીમાં

શું પૂછો મુજને ગુજરાતીમાં
કલાકાર - બિરજુ બારોટ
શબ્દો - સતાર શાહ
તાલ - ડબલ હીંચ

(સાખી)
ઈશ્વર તુ એક છે , ખૂબ ઘડ્યો સંસાર ;
પૃથ્વી પાણી પર્વતો , એનો ખૂબ કીધો શણગાર .

શું પૂછો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે,ત્યાં હરું છું ફરું છું.

ન જાઉં ન જાઉં, કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારી ને, ડગલાં ભરું છું.

કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું,
બુરાઈને બદલે, ભલાઈ કરું છું.

નથી બીક કોઈની, મને આ જગતમાં,
ફકત એક મારા, પ્રભુથી ડરું છું.

ચડી છે ખુમારી, પીધી છે પ્રેમ સુરા,
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું.

છે સાધુ કવન, 'ભક્ત સત્તાર'નું,
કવિ જ્ઞાનીઓને, હું ચરણે ધરું છું.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Shu Puchho Chho Mujne Bhajan Lyrics શું પૂછો મુજને ગુજરાતીમાં"