Skip to content Skip to sidebar Skip to footer

Chhela Jire Mari Hatu Garba Lyrics છેલાજી રે મારી હાટુ ગુજરાતીમાં

છેલાજી રે મારે હાટુ
કલાકાર - નિશા ઉપાધ્યાય
તાલ - ત્રણ તાળી , કેહરવા , ગરબા

છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો…
છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો…
છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો…
છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાંમોતી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો…
છેલાજી રે…..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Chhela Jire Mari Hatu Garba Lyrics છેલાજી રે મારી હાટુ ગુજરાતીમાં"