Ramban Vagya Hoyte Jane Bhajan Lyrics રામબાણ વાગ્યાં હોય તે જાણે ગુજરાતીમાં
રામબાણ વાગ્યાં હોય તે જાણે ગુજરાતીમાં
કલાકાર - પ્રફુલ દવે
મ્યુઝિક - પંકજ ભટ્ટ , પ્રભાત બારોટ
શબ્દો - ધના ભગત
લેબલ - રામ ભજન
તાલ - ડબલ હીંચ , હીંચ
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે...
ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે...
રામબાણ વાગ્યાં હોય...
મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું,
પત્ની – પુત્ર બેઉ તાણે...
રામબાણ વાગ્યાં હોય...
મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે...
રામબાણ વાગ્યાં હોય...
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે...
રામબાણ વાગ્યાં હોય...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Ramban Vagya Hoyte Jane Bhajan Lyrics રામબાણ વાગ્યાં હોય તે જાણે ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.