Skip to content Skip to sidebar Skip to footer

Ramapir Ni Aarti Lyrics રામાપીરની આરતી ગુજરાતીમાં

જય જય પીર રામા આરતી
કલાકાર - બિરજુ બારોટ
મ્યુઝિક - કલીમ શેખ
શબ્દો - કેશવ
તાલ -  કેહરવા , આરતી તાલ

જય જય પીર રામા , પ્રભુ જય જય પીર રામા
અધમ ઓધારણ દેવા , અધમ ઓધારણ દેવા
હિંદવા પીર રામા
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

ત્રિવિધી તાપ નિવાર રણૂજે નીજ ધામા ,
બાપા રણૂજે નીજ ધામા
ભુજ ભમ્મરિયો ભાલો , ભુજ ભમ્મરિયો ભાલો
કેસરિયા જામાં
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

લિલે ઘોડે અસવારી ધોળી ધજા વાળા ,
બાપા ધોળી ધજા વાળા
ભાંગે ભીડ ભક્તોની , ભાંગે ભીડ ભક્તોની
પરગટ પરચાળા
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

ચડે ધૂપ ગૂગળ ના ઘી ના દીપ થતાં ,
બાપા ઘી ના દીપ થાતાં
દુઃખ વિનાશક દેવા , દુઃખ વિનાશક દેવા
પ્રભુ ત્રિભુવન ત્રાતા
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

મટે કોડ રોગ ને અંધા પાટળતા ,
બાપા અંધા પાટળતા
વાંઝિયા પાને પુત્ર , વાંઝિયા પાને પુત્ર
તમ ભક્તિ ફળતા
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

નકળંક નાથ ની ઝારી કઈક ભક્તો તાર્યા ,
બાપા કઈક ભક્તો તાર્યા
ભાર ભૂમિનો નો હરવા , ભાર ભૂમિનો નો હરવા
પાપી સંહાર્યા
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

રામાપીરની આરતી જે કોઈ ગાશે , 
બાપા જે કોઈ ગાશે
કેશવ કહે તે જન ને , કેશવ કહે તે જન ને
સુખ સંપતિ થાશે
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા
ૐ જય જય પીર રામા
પ્રભુ જય જય પીર રામા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ramapirni aarti

ટિપ્પણી પોસ્ટ કરો for "Ramapir Ni Aarti Lyrics રામાપીરની આરતી ગુજરાતીમાં"