Skip to content Skip to sidebar Skip to footer

Rayfale Rahda Ramade Lyrics રાયફલે રાહડા રમાડે ગુજરાતીમાં

રાયફલે રાહડા રમાડે
કલાકાર - મહેશ વણઝારા
મ્યુઝિક - દીપેશભાઈ ચાવડા
શબ્દો - અનિલ મિર , રમેશ વાછીયા , પીન્ટુ ભરવાડ
લેબલ - ભાઈબંધ
તાલ - ત્રણ તાળી , રાહડા

વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા
બોલી ને ફરી જાય એને કીધા બજાર ના બાયલા
હા વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા
બોલી ને બગાડે એને કીધા બજાર ના બાયલા

મોઢે મીઠાને અંદર બળે મારા બેટા
એવા ભડવાને અમે રાખી અલ્યા છેટા
રાયફલે રાહડા રમાડે
એ બાયું મારા ગોમને નમાવે
તલવાર ના તોરણ સજાવે 
આ સાવજ મારા ધારે ઇને મારે

હો મારા હારે રાખી અમે એક એક ભાઈ
ધ્યાન રાખી ફરજો તમારા બારમાં નો થઈ જાય
મોઢે મીઠાને અંદર સાવ પેટે મેલા
બધું જાણી અમે નથી ગોંડા ઘેલા
રાયફલે રાયફલે રાયફલે રાહડા રમાડે
એ બાયું મારા ભુપને નમાવે
હા માર વાલા
રાયફલે રાહડા રમાડે
આ સાવજ મારા એરીઓ ધ્રુજાવે

નથી અમે સીએમ ના મોદી હારે નાતો
અધમણ કાળજા ની અમારી છે વાતો
હો તારા જેવા ભાઈ હારે દિલથી દિલનો નાતો
મરદ ની કદી ના હોય મોરી રે વાતો
હો નાના ભાઈ મોટા ભાઈ સંપ રાખીએ
કોઈ ના રે ચડાવે આમ ના રે ચડિયે
હો શીશ કપાય ને ધડ જેના લડતા
ગરવી ગુજરાતમાં ગોવાળ એવા મલતા
લાકડિયે લાકડિયે લાકડિયૂને લોહીરે ચખાડે 
જીવ જોખમે પણ ગાયોને બચાવે
હા માર વાલા રાયફલે રાહડા રમાડે
આ સાવજ મારા બજાર ને ડોલાવે

હો ખરા ખરીના ખેલે સાથ છોડે એનમાયા
માનું ઠાકર પાળ ભાઈબંધ ભાઇડા મળાયા
હો મહેશ વણઝારા ના ભઈઓ છે સવાયા
સાવજોના ગીતો મારા કંઠે રે ગવાયા
હો વગર વાકે અમે ના કોઈ ને નડિયે
નડે એના તાબડતોડ ફેસલા કરિયે
ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીયે
ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીયે
દિલમે હા.. જીગર હોના ચાહીયે
હથીલા મારા ગોઠ્યા ના ગાઠે
હા માર વાલા રાયફલે રાહડા રમાડે
આ સાવજ મારા બજાર ને ડોલાવે
અરે અરે રાયફલે રાહડા રમાડે
આ સાવજ મારા માથારે ભારે

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Rayfale rahda ramade lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Rayfale Rahda Ramade Lyrics રાયફલે રાહડા રમાડે ગુજરાતીમાં"