Skip to content Skip to sidebar Skip to footer

Ghodla Chadanta Dithya Ramapirna Lyrics ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં ગુજરાતીમાં

ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો - હરભૂજી
તાલ - ચલતી

એ જી રામા કહુકે રામદે અને વળી હીરા કહ્યુકે લાલ;
નર ને રામોપીર ભેટિયા ઇ નર થઈ ગયા ન્યાલ.

એજી ધજા દિઠે ધણી સાંભરે વળી દેવળ દીઠે દુઃખ જાય;
દર્શન કરતાં રામદે પીરના પઇન્ડ ના પ્રાયશ્ચિત થાય.

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી
હે હરભૂજીને હૈયે હરખ અપાર રે હાં...
એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી

હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે
હે અને કીધી કસુંબાની મનવાર રે હાં...

એવી ભ્રાત્યુંને ભાંગીને હરભૂજી એમ બોલીયા રે જી
હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં...

એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે જી
હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં...

આવા હરિનાં ચરણે 'હરભૂજી' આવું બોલીયા રે જી
હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી
એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ramapir bhajan lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ghodla Chadanta Dithya Ramapirna Lyrics ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં ગુજરાતીમાં"