Skip to content Skip to sidebar Skip to footer

SAROVAR KANTHE SABARI BETHI LYRICS સરોવર કાંઠે સબરી બેઠી

સરોવર કાંઠે સબરી બેઠી
કલાકાર - નિરંજન પંડયા
શબ્દો - પ્રાચીન શબ્દો
આલબમ - રામ ભજન
મ્યુઝિક - પ્રભાત બારોટ
તાલ - ઠેકા ચલતી મિક્સ

સરોવર કાંઠે સબરી બેઠી
રટે રામનું નામ
એક દિન આવશે સ્વામી મારા
એજી અંતરના રામ

વડલા નીચે ઝુપડી એની
માત પિતા નઈ બાંધવ કે બેની
એકલી એકજ ધ્યાને બેઠી
ગાંડી કહે એને ગામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

ઋષિના વચનો હૈયે રાખી
દૂર દૂર ઘણી નજરો નાખી
ફળ ફૂલ લાવે ભોગ ધરાવે
કરતી એકજ કામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

રાત દિવસ ને વર્ષો વીત્યા
સબરી બાઈ તો ઘરડા થીયા
જગમગે એક આશાની જ્યોતિ
એ એના સૂકાણા હાડને ચામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

પણ આજે તો વનમાં વેણુ વાગે
વસંત સેના નીકળી લાગે
શીતળ મન સુગંધી વાયુ
વાતું ઠામો ઠામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

આજ પધાર્યા સબરી ના સ્વામી
ધન્ય ધન્ય ભિલળી આજ પામી
શ્રદ્ધા ની વેલી પાંગળી આજે
એની વૃત્તિ પામી વિસરામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

સજળ નઈને રૂપ નિહાળે
પ્રભુ મળ્યા છે લાંબે ગાળે
ગદગદ કંઠે રોમાંચ થયોને
શરીર પામ્યું સૂમસામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

સબરીને પ્રભુએ સ્વસ્થ કીધી
લક્ષ્મણે ભક્તિ જોઇજ લીધી
જળપાન માગી પ્રભુજી બોલ્યા
મારે ભોજન ની છે હામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

છાબ ભરીને બોરા લાવી
ચાખી ચાખી ને આપતી આવી
ભાવ ધરી આરોગ્યા હરિયે
અને લીધો ઘડીક વિશ્રામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

પંપાપુરની ભીલડી આતો
જગમાં જેની અમર વાતો
રામ સિધાવ્યા રાવણ હણવા
સબરિ ગઈ સ્વધામ
એક દિન આવશે સ્વામી મારા
અંતરના આ રામ

સરોવર કાંઠે સબરી બેઠી
રટે રામનું નામ
એક દિન આવશે સ્વામી મારા
એજી અંતરના રામ


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "SAROVAR KANTHE SABARI BETHI LYRICS સરોવર કાંઠે સબરી બેઠી"