Skip to content Skip to sidebar Skip to footer

LAXMAN VIRA TANE NINDARDI KEM NA AVE LYRICS લક્ષ્મણ વીરા તને નીંદરડી કેમ ના આવે


ક્યોને મારા વીરા લક્ષ્મણ જતિ
કલાકાર - નિરંજન પંડ્યા
શબ્દો - અજાણીતા
મ્યુઝીક - પ્રભાત બારોટ
તાલ - દીપચંદી , માઈટ

ક્યોને મારા વીરા લક્ષ્મણ જતિ
ભાઈ તને નીંદરડી કેમ ના આવે

કાતો સંભળોયોરે તને સર્યું કેરો આરો
અને કાતો અયોધ્યા તને યાદ આવે
અને કાતો રે સાંભળ્યા તને ભાઈબંધ ભેરુ
ઇ તારી હૈયાની ડાળુ કોણ હલાવે
ભાઈ તને નીંદરડી કેમ ના આવે

અરે વસંત રે આવીને તને વાહર ધોળે રે
કૂણાં ફૂલડાં કેરી સેજ બિછાવે
એ કેતો લક્ષ્મણ વનના પંખીડા
તને મધુરા ગીતડાં સંભળાવે રે
વીરા તને નીંદરડી કેમ ના આવે

અરે રે આખું જગત સુવે ને લક્ષ્મણ જાગે
ઇતો મારા અંતર ને અકળાવે રે
કેતો લક્ષ્મણ સીતાજી સુમિત્રા માત બનીને
તને હાલરડે હિચકાવે
વીરા તને નીંદરડી કેમ ના આવે

અરે રે બાર બાર વર્ષથી માતા સપનું જેનું
ઇ મારી માથે ફરી રહ્યું ચકરાવે
માતા જાનકી મારી જ્યાં આખડી વિચું ત્યાં
ઊર્મિલા આવી મારા દ્વાર ખખડાવે
માડી મને નીંદરડી એમ ના આવે
વીરા તને નીંદરડી કેમ ના આવે

ક્યોને મારા વીરા લક્ષ્મણ જતિ
ભાઈ તને નીંદરડી કેમ ના આવે
વીરા તને નીંદરડી કેમ ના આવે


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "LAXMAN VIRA TANE NINDARDI KEM NA AVE LYRICS લક્ષ્મણ વીરા તને નીંદરડી કેમ ના આવે"