Skip to content Skip to sidebar Skip to footer

HARI TU KEVO HASHE KE KEVO NAHI LYRICS હરી તુ કેવો હશે કે કેવો નહિ

હરી તુ કેવો હશે કે કેવો નહિ
કલાકાર - સુરેશ રાવલ
શબ્દો - બટુક મહારાજ
આલબમ - અનમોલ ભજન
મ્યુઝિક - સુરેશ રાવલ
તાલ - કેહરવા

(સાખી)
રામ નામ રટતે રહો
ધરીને રાખો ધારણ ધિર
કોક દિન કાજ સુધારશે
કૃપા સિંધુ રઘુવીર

હરી તુ કેવો હશે કે કેવો નહિ
મારે ગોતવો તને ક્યાં જઈ

એ ભક્તોની માથે સંકટ પડે ત્યારે
કેવું કોને જઈ
હરી તુ કેવો રે હશે કે કેવો નહિ..
રાધે શ્યામ.. રાધે શ્યામ..

નરસિહ મેહતાની હૂંડી સ્વીકારી
હાથો હાથ તમે લઈ
જેલમાં જ્યારે મહેતાજી પુરાણા
પેરાવ્યો હાર પ્રભુ જઈ
હરી તુ કેવો રે હશે કે કેવો નહિ..
રાધે શ્યામ.. રાધે શ્યામ..

મીરા બાઈ માથે રાણોજી કોપીયા
હાથમાં ખડગ લઈ
ઝેરના કટોરા અમૃત કીધા
આપો આપ પ્રભુ જઈ
હરી તુ કેવો રે હશે કે કેવો નહિ..
રાધે શ્યામ.. રાધે શ્યામ..

સુધનવાની પતને રાખવા
તેલ કળામાં જઈ
પ્રહલાદની વાલે પત રે રાખી
પ્રગટ થઈ સ્થંભ માં
હરી તુ કેવો રે હશે કે કેવો નહિ..
રાધે શ્યામ.. રાધે શ્યામ..

અનેક ભક્તોની લાજ રાખી
અનેક રૂપો લઈ
એ બાળક બટુક તારા ગુણલા ગાવે
તારા ચરણોમાં રઇ
હરી તુ કેવો રે હશે કે કેવો નહિ..
રાધે શ્યામ.. રાધે શ્યામ..


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "HARI TU KEVO HASHE KE KEVO NAHI LYRICS હરી તુ કેવો હશે કે કેવો નહિ"