Skip to content Skip to sidebar Skip to footer

EVU MUL RE VINANU KAYA ZADAVU LYRICS એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું


એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
કલાકાર - મથુરભાઈ કણઝરીયા
આલ્બમ - મૂળ રે વિનાનું કાયા ઝાડવું
લેબલ - અશોક સાઉન્ડ
શબ્દો - રવિ ગુરુ ભાણ
તાલ - ઠેકા , ગઝલ તાલ

એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એજી એને પડતા ના લાગે કાઈ વાર
મૂળ રે વિનાનું કાયા ઝાડવું

એને પ્રેમ રૂપિરે ખાતર પૂરજો રે
એને પ્રેમ રૂપિરે ખાતર પૂરજો રે
એજી એના મૂળિયા પાતાળ માં જાયે રે
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એજી એને પડતા ના લાગે કાઈ વાર

એને સતરે રૂપીરે પાણી સિંચજોરે
એને સતરે રૂપીરે પાણી સિંચજોરે
એજી એની નુરત સુરત દોનું પાણીયાગ
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એજી એને પડતા ના લાગે કાઈ વાર

એને સિલ રે સંતોષ રે ફળ આવશે રે
એને સિલ રે સંતોષ રે ફળ આવશે રે
એજી રે જેમાં અમરા ફળ જેમાં હોય રે
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એજી એને પડતા ના લાગે કાઈ વાર

એમ કહે રે રવી રે ગુરુ ભાણ ને રે
પ્રભુ ને ભજીને એજી ઉતરો ભાવ પાર રે
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એજી એને પડતા ના લાગે કાઈ વાર

એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું
એજી એને પડતા ના લાગે કાઈ વાર
મૂળ રે વિનાનું કાયા ઝાડવું


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "EVU MUL RE VINANU KAYA ZADAVU LYRICS એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું"