Skip to content Skip to sidebar Skip to footer

Pardeshi Vira Ho Bhajan Lyrics પરદેશી વીરા હો ગુજરાતીમાં

પરદેશી વીરા હો તારી ઉમર ઘણી ને
કલાકાર - સુરેશ રાવળ
શબ્દો - મીરાં બાઈ
તાલ -  કેહરવા

પરદેશી વીરા હો તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે
વાટલડા વીરા પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)

હે સાવ રે સોનાનો તારો સુરજ ઉગ્યો
હે સાવ રે સોનાનો તારો સુરજ ઉગ્યો
હો તારે ચડવા તે ઘોડો હંસલો પરદેશી વીરા
તારે ચડવા તે ઘોડો હંસલો પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
વાટલડા વીરા પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
                  
હે માત રે પિતાને તારા કુટુંબ કબીલા
હે માત રે પિતાને તારા કુટુંબ કબીલા
હો તે તો સર્વે થી તોડ્યો નાતો રે પરદેશી વીરા
હો તે તો સર્વે થી તોડ્યો નાતો રે પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
વાટલડા વીરા પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
                   
હે ઊચી રે મેડી ને ઊચા એના રે કાંગરા
હે ઊચી રે મેડી ને ઊચા એના કાંગરા
હો એને ચડવી ઉતરવી લાગે દોયલી પરદેશી વીરા
હો એને ચડવી ઉતરવી લાગે દોયલી પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
વાટલડા વીરા પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
                   
હે બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ
હે બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ
હો મીરા ને મારગ મળ્યો છે ઘણો વેલો રે પરદેશી વીરા
હો મીરા ને મારગ મળ્યો છે ઘણો વેલો રે પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)
વાટલડા વીરા પરદેશી વીરા
હે તારી ઉમર ઘણી ને દન થોડા રે (૨)

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Pardesi vira ho

ટિપ્પણી પોસ્ટ કરો for "Pardeshi Vira Ho Bhajan Lyrics પરદેશી વીરા હો ગુજરાતીમાં"