RAJ MANE LAGYO KASUMBINO RANG LYRICS રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
કલાકાર - પ્રફુલ દવે
તાલ - ડબલ હીંચ
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
હે એવી બહેનીના કંઠે નીતરતાં હાલરડામા ઘોળ્યો કસુંબીનો રંગ,
હે એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ,
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ,
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ,
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
પિડિતની આંસુડાધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ,
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
ધરતીનાં ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ,
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલા હો પીજો કસુંબીનો રંગ,
દોરંગાં દેખીને ડરિયાં ટેકીલા તમે હોંશિલા તમે રંગીલા તમે લેજો કસુંબીનો રંગ,
હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ
લાગ્યો કસુંબીનો રંગ (૨)
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
Saffron કેસૂડો
જવાબ આપોકાઢી નાખોખોટો અંગ્રેજી અનુવાદ છે
જવાબ આપોકાઢી નાખોસાચો અર્થ જણાવવા વિનંતી.
કાઢી નાખો