Skip to content Skip to sidebar Skip to footer

ADHURIYATHI NA KARIYE DALDANI VATU LYRICS અધુરીયાથી ન કરિયે દલડાની વાત


અધુરીયાથી ન કરિયે દલડાની વાત
કલાકાર - મથુરભાઈ કણઝરીયા
આલ્બમ - અધુરીયાથી ન કરીયે દલડાની વાત
લેબલ - અશોક સોઉન્ડ
મ્યુઝીક - મૂળદાસ રાઠોડ
શબ્દો - લિરલબાઈ
તાલ - સ્પીડમાં કેહરવા , ધીમી ચલતી

અધુરીયાથી ન કરિયે દલડાની વાત
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી

અધુરીયાથી ન કરિયે દલડાની વાત
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી

એવી ખાડારે ખાબોચિયાની દેડકી રે જી
એ ઇસુ જાણે આવી સમદર કેરી લેર મારી બેની રે
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી

ઓલા દુરિજનને આડા રે દઈએ ડુંગરારે જી
એ ઓલા હરિજનને મળીયે મોંઘા મુખ મારી બેની રે
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી

એવી કૂવાની છાયા રે કૂવામાં વિરમે રે જી
ઇતો વળતી ઢળતી કોઈને ના આવે કામ મારી બેની રે
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી

એવા રાઠોડના કુળમાં રે લિરલબાઈ બોલિયા રે જી
અને મારા સાધુનો અમરાપુર માં વાસ મારી બેની રે
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી

અધુરીયાથી ન કરિયે દલડાની વાત
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી
નર પૂરા રે મળેતો રાવુ રેડિયે રે જી


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ADHURIYATHI NA KARIYE DALDANI VATU LYRICS અધુરીયાથી ન કરિયે દલડાની વાત"