Skip to content Skip to sidebar Skip to footer

Kanji Tari Maa Kaheshe Lyrics કાનજી તારી મા કહેશે

કાનજી તારી મા કહેશે ગુજરાતીમાં
કલાકાર - લલિતા ઘોડાદ્રા , અરવિંદ બારોટ
શબ્દો - નરસિંહ મહેતા
તાલ -  હીંચ , એક તાળી, ગરબા

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે
કાનજી તારી...

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે
કાનજી તારી...

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે
કાનજી તારી...

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે
કાનજી તારી...

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે
કાનજી તારી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Kanji tari maa kaheshe pan lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Kanji Tari Maa Kaheshe Lyrics કાનજી તારી મા કહેશે"