Skip to content Skip to sidebar Skip to footer

Aai Mogal Mare Asharo Taro Lyrics આઈ મોગલ મારે આશરો તારો

આઈ મોગલ મારે આશરો તારો ગુજરાતીમાં
કલાકાર - પૂનમ પટેલ
મ્યુઝિક - કમલેશ કડિયા
શબ્દો - દર્શન બાઝીગર
તાલ -  હીંચ , એક તાળી, ગરબા

આઈ મોગલ મારે આશરો તારો એક તારો આધાર
આઈ મોગલ મારે આશરો તારો એક તારો આધાર
મઢડે આઈ હરખે માડી કરજે બેડો પાર
આઈ મોગલ મારે આશરો તારો એક તારો આધાર
મઢડે આઈ હરખે તારા કરજે બેડો પાર

આવજે વારે મઢવાળી મછરાળી મોરી માં
દિનદયાળી મમતાળી બિરદાળી મોગલ માં
મઢવાળી મોરી માં...
આઈ મોગલ મારે આશરો તારો એક તારો આધાર

હો આઈ મોગલ તારા કચ્છધરા નેહળે
હાલતી આઈ મોગલ આઈ તારા આંગણે

હો તારા પરતાપે મારે લેર લીલા લેર છે
દયા ની સાગર માં મોગલ તારી મેર છે
મોગલ તારા નામની મને લગની લાગી રે
તારી માળા કરું એની આશા લાગી રે
લગની લાગી રે...
આઈ મોગલ મારે આશરો તારો એક તારો આધાર

હો દુઃખ પળેતો મોગલ આવે માં દોડતી
અંધારે અજવાળા કરે મોગલ માવડી

હો આઈ ને પૂછ્યા વગર પગ નહિ ભરતી
માં તારા વેણ વગર પગલું નહિ ભરતી
આઈ મોગલ ને કંભળા કરતી મોરી માં
દુખડા મોગલ હરતી દશા ટાળતી મોરી માં
મછરાળી મોરી માં
આઈ મોગલ મારે આશરો તારો એક તારો આધાર
મઢડે આઈ હરખે માડી કરજે બેડો પાર

આઈ મોગલ મારે આશરો તારો
એક તારો આધાર

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
આઈ મોગલ મારે આશરો તારો લીરિક્સ

ટિપ્પણી પોસ્ટ કરો for "Aai Mogal Mare Asharo Taro Lyrics આઈ મોગલ મારે આશરો તારો"