Skip to content Skip to sidebar Skip to footer

Jay Ene Javado Barni Hava Khavado Lyrics જાય એને જાવાદો

જાય એને જાવાદો ગુજરાતીમાં
કલાકાર - મહેશ વણઝારા
મ્યુઝિક - દીપેશ ચાવડા
શબ્દો - હિતેશ શોભાસણ
તાલ -  હીંચ , એક તાળી

હા મેં તને આવી નતી ધારી
દિલની તું દગાળી
અરે ઓ બેવફા તું ગઈ છે મારો જીવ બાળી
હા મારા  પ્રેમની ના કદર કરી
આખરે તું ગઈ ફરી
અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી

હા જે છોડી જાય એ કદી આપડા નહીં
હા જે છોડી જાય એ કદી આપડા નહીં
જે આપડા હોય કદી છોડે નહીં
જે જતું હોઈ એને તમે રજા રે આપી દો
હામે મળે જે રસ્તે એ રસ્તો રે કાપી દયો
હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો
હરીફરી આવશે પાછા બહારનો સ્વાદ લેવા દો

હો જે છોડી જાય એ કદી આપડા નહીં
જે આપડા હોઈ કદી છોડે નહીં

હો ગુના જો એમના ગોતવા જાશો
હા દરિયાઓ ટૂંકા પડી જાશે
ગુના કરી બજારમાં ફરે છે તે તો ગુનેગાર છે
એ તો ગુનેગાર છે
હા આવા રાશી માણસોને દૂરથી હાથ જોડી દો
આવા પેટ મેલાનો તમે સંગ રે છોડી દો
હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો
રોતારોતા આવશે પાછા બારના સ્વાદ લેવા દો

હો જે સાથ છોડી જાય એ આપડા નહીં
જે આપડા હોઈ સાથ છોડે નહીં

હો વાલુ વાલુ મીઠું મીઠું બોલશે
પછી પ્રેમને પૈસાથી તોલશે
કુદરતથી એતો ક્યાં ડરે છે ખોટો એનો પ્યાર છે
ખોટો એનો પ્યાર છે
હો એનો ખોટો પ્યાર ખોઈને તમે રોવાનું છોડી દો
મળી મજાની આ જિંદગી મોજમજાથી જીવી લો
હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો
ભટકીને  આવશે પાછા બારના સ્વાદ લેવા દો

હો જે છોડી જાય એ કદી આપડા નહીં
જે આપડા હોઈ કદી છોડે નહીં

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ગુજરાતી ગીત

ટિપ્પણી પોસ્ટ કરો for "Jay Ene Javado Barni Hava Khavado Lyrics જાય એને જાવાદો"