Skip to content Skip to sidebar Skip to footer

Kanku Chhati Kankotari Moklo Lyrics કંકુ છાંટી કંકોતરી મોકલો

કંકુ છાટી કંકોતરી મોકલો લગ્નગીત ગુજરાતીમાં
કલાકાર - પૂનમ ગોંડલિયા
મ્યુઝિક - જીજ્ઞેશ ગોસ્વામી
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  દિપચંદી

માંડવળે રે કાંઇ ઢાળો રે બાજોઠી
કે ફરતી મેલાવો રે કંકાવટી
તેળાવો રે કાઈ આશાપુર ના જોશી
કે આજ મારે લખવી છે કંકોતરી
દાદા કિયા ભાઈને ઘરે અવસરિયો
કે પરણે કિયા બેન ની લાડકી
માતા હરખે થી પૂછે દીકરીને
કે માંગો બેનીબા તમારે સુ જોઈએ
માંગુ રે હું તો મમતાનો પાલવળો 
કે ભવ ભવ મળજો તમ જેવી માવલળી

કંકુ છાટી કંકોતરી મોકલો રે
કેસર છાંટી કંકોતરી મોકલો રે
એમા લખિયા લાડકળીના નામ માણેક સ્થંભ રોપિયો
એમા લખિયા બેનીબાના નામ માણેક સ્થંભ રોપિયો
કંકુ છાટી કંકોતરી મોકલો રે
કેસર છાટી કંકોતરી મોકલો રે

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલો રે
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી રે
કાકા હોંશે ભત્રીજી ને પરણાવો માણેક સ્થંભ રોપિયો
કાકા હોંશે ભત્રીજી ને પરણાવો માણેક સ્થંભ રોપિયો
કંકુ છાટી કંકોત્રી મોકલી.. કેસર છાટી કંકોત્રી મોકલી

બીજી કંકોતરી મામા ઘેર મોકલો
બીજી કંકોતરી મામા ઘેર મોકલો
મામા હોંશરે મોસાળ લઈ ને આવો માણેક સ્થંભ રોપિયો
કંકુ છાટી કંકોતરી મોકલી.. કેસર છાટી કંકોતરી મોકલી

હે.. એમા લખિયા લાડકળીના નામ માણેક સ્થંભ રોપિયો
એમ લખિયા મારી બેનીબાના નામ માણેક સ્થંભ રોપિયો
કંકુ છાટી કંકોતરી મોકલો
કેસર છાટી કંકોતરી મોકલો

www.Gujjulyricsin.Com

આ લગ્નગીત પણ પૂનમબેન ગોંડલિયા દ્વારા ગવાયેલું છે અને ખુબજ સરજ રીતે ગવાયેલ છે ગમ્મે તેટલી વખત સાંભળો પણ બંધ કરવાનું મનજ ના થાય 
શું આ લગ્નગીત તમને પણ ગમ્યું તો જરૂર થી કૉમેન્ટ કરજો.
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Kanku chhanti kankotari mokalore gujaratima

ટિપ્પણી પોસ્ટ કરો for "Kanku Chhati Kankotari Moklo Lyrics કંકુ છાંટી કંકોતરી મોકલો"