Skip to content Skip to sidebar Skip to footer

Mara Nakhna Parvala Jevi Chundaldi Lyrics મારા નખના પરવાળા જેવી ચૂંદલડી

મારા નખના પરવાળા જેવી ચૂંદલડી લગ્નગીત ગુજરાતીમાં
કલાકાર - પૂનમ ગોંડલિયા
મ્યુઝિક - જીજ્ઞેશ ગોસ્વામી
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  કેહરવા

રંગ રે કસુંબલ મેતો કેસુડાનો લીધો
રંગ રે કચુંબલ મેતો કેસુડાનો લીધો
લીલો રે રંગ વનની વનરાયુયે દીધો
લીલો રે રંગ વનની વનરાયુયે દીધો
હો હો પીલોતે રંગ ઉગતી પૂનમનો લીધો
પછી તારલિયે ટાંકી નવરંગ ચૂંદડી રે

હે મારા નખના પરવાળા જેવી ચૂંદલડી
હો મારા જેતપર ધોરાજીની ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી
હે એવી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢો લેજો સાહેબ જાજી ચૂંદલડી
મારી  નખના પરવાળા જેવી ચૂંદલડી
મારી  નખના પરવાળા જેવી ચૂંદલડી

ગામને સીમાડે કરશું સામૈયા તમારા  
અંતરના ઓરડે દેશું રે ઉતારા
હો હો ગામના સીમાડે કરશું સામૈયા તમારા  
અંતરના ઓરડે દેશું રે ઉતારા
હો હો પેલા વાજા વગાડવો સાયબા જાનુ જોડાવો
તેદી ઓઢું હું તારી ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

જો જો રે ખેલ કોઈ વસમો ના ખેલતા
મારી ચૂંદલડી ગોરી પાછી નવ ઠેલતા
મારી ચૂંદલડી ગોરી પાછી રે નવ ઠેલતા
હો હો તારા રૂદિયાની રાણી જોને બોલે બંધાણી સાયબા ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે
તારા રૂદિયાની રાણી જોને બોલે બંધાણી સાયબા
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

હે મારા નખના પરવાળા જેવી ચૂંદલડી
હો મારા જેતપર ધોરાજીની ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો જોયા તે ખુબજ સરસ લગ્નગીત છેજે પૂનમબેન ગોંડલિયા દ્વારા ગવાયેલ છે પૂનમબેન નો અવાજ આ ગીત ને ચાર ચાંદ લગાડી દે એવો છે જો તમને આ લગ્નગીત ગમ્યું હોય તો કૉમેન્ટ જરૂર કરજો.
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Mara nakhna parvala jevi chundadi lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Mara Nakhna Parvala Jevi Chundaldi Lyrics મારા નખના પરવાળા જેવી ચૂંદલડી"