Skip to content Skip to sidebar Skip to footer

Mane Mushkeli Jyare Pade Lyrics મને મુશ્કેલી જયારે પડે ભજન

મને મુશ્કેલી જયારે પડે ગુજરાતીમાં
કલાકાર - માસ્ટર રાણા
શબ્દો - પુનિત મહારાજ
લેબલ - સુર મંદિર
તાલ -  ડબલ હીંચ , હીંચ

મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

મૂડી હોય જયારે બે પૈસાની
બની જાઉં હું ત્યારે બહુ અભિમાની
મૂડી હોય જયારે બે પૈસાની
બની જાઉં હું ત્યારે બહુ અભિમાની

જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું
જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું...

સાથે હોય જયારે બે સંગાથી
ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી
સાથે હોય જયારે બે સંગાથી
ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી

જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું
જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

યૌવન જયારે હવે અંગમાં છલકે
પાપો કરતાં કદી મુખડું મલકે
યૌવન જયારે હવે અંગમાં છલકે
પાપો કરતાં કદી મુખડું મલકે

જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું
જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું
દુઃખમાં હું યાદ કરું
દુઃખમાં હું યાદ કરું

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
મને મુશ્કેલી જ્યારે પડે ભજન

ટિપ્પણી પોસ્ટ કરો for "Mane Mushkeli Jyare Pade Lyrics મને મુશ્કેલી જયારે પડે ભજન"