Skip to content Skip to sidebar Skip to footer

E Pan Ek Gamar Sakhio Lyrics એ પણ એક ગમાર સાખીઓ

એ પણ એક ગમાર સાખીઓ ગુજરાતીમાં
કલાકાર - પ્રવીણ સુરદાસ
શબ્દો - સતારશાહ અને અન્ય
તાલ -  ભજન ની શરૂઆત પહેલા ગવાય

ભાઈબંધ ની ભૂલનો , ભાઈ ધોખો કરે ધરાર ;
પછી કાયમ જ્યાં ત્યાં ગાયા કરે , એ પણ એક ગમાર .

મનુષ્ય દેહ મળ્યા પછી , જે ભજે નહિ કિરતાર ;
પછી જે અફીણ થી પ્રીતિ કરે , એ પણ એક ગમાર .

ગાય ભેશને ભાવથી , જો આપે નહિ આહાર ;
પછી દુધ માટે દોટું દિયે , એ પણ એક ગમાર .

દર્દી ની દરકાર નહિ , જો પૈસા માં હોય પ્યાર ;
એવો વૈદ હોય લોભિયો , એ પણ એક ગમાર .

ખુશામતી અને લાલચી , પૈસા થી હોય પ્યાર ;
એવો કવિજન હોય કુળો તો , એ પણ એક ગમાર .

ન્યાય ના આશને બેઠા પછી , જો કરે નહિ કોઈ ન્યાય ;
પક્ષ કરે જો કોઈનો , એ પણ એક ગમાર .

નિત જપુ સતનામ , સુંદિર શ્યામ ને ભૂલું નહિ ;
નિંદા થકી ગભરાઉં ના , સ્તુતિ થતાં ભૂલું નહિ .

પ્રેમ મારો જે હતો પહેલા , તે આજે પણ રહ્યો ;
મિત્ર ભાવે હું બંધાયો , ખોલો પણ ખુલું નહિ .

થાયે તુ નારાજ , હું રાજી રહું તુજથી સદા ;
પણ તું મને ભૂલે ભલે , હું તને ભુલું નહિ .

છે ગુરુ આધાર મારો, હું તો ગુરુનો દાસ છું ;
સદગુરુ પાલવળે જુલું , અન્યથા જૂલું નહિ .

પ્રેમમય નિશદિન રહું , સતાર શાહ સત્સંગ માં ;
માર્ગ જે મુજને મળ્યો , એ માર્ગ થી ડુલું નહિ .

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ગુજરાતી ભજન ની સાખીઓ

ટિપ્પણી પોસ્ટ કરો for "E Pan Ek Gamar Sakhio Lyrics એ પણ એક ગમાર સાખીઓ"