Skip to content Skip to sidebar Skip to footer

Chandaliyo Ugyo Re Lyrics ચાંદલિયો ઉગ્યો રે ગરબા

ચાંદલિયો ઉગ્યો રે ગુજરાતીમાં
કલાકાર - ઐશ્વર્યા મજમુદાર
શબ્દો - ભાર્ગવ પુરોહિત
મ્યુઝિક - કેદાર , ભાર્ગવ
તાલ -  હીંચ , એક તાળી ,ગરબા

આઘે આઘેથી મનની ડેલીએ
આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે
હું તો શમણાં એ આંજું નેણ
ચાંદલિયો ઉગ્યો રે

ઓલી આંકેલી નદીયું હાથમાં
ઓલી આંકેલી નદીયું હાથમાં
એના મહેંદી એ વાળ્યાં વેર
ચાંદલિયો ઉગ્યો રે

આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી
મને જાગતી મેલીને જાય રાતો
જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ
કેવી તે લુંમઝુમ વાતો

જાણે સોને મઢયા મારા દિવસો બધા
એને રૂપેરી આપ્યા નેર
ચાંદલિયો ઉગ્યો રે

આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ચાંદલિયો ઊગ્યો રે ગરબા

ટિપ્પણી પોસ્ટ કરો for "Chandaliyo Ugyo Re Lyrics ચાંદલિયો ઉગ્યો રે ગરબા"