Skip to content Skip to sidebar Skip to footer

Jio Re Kabira Bhajan Dhun Lagi Lyrics જીઓ રે કબીરા ભજન ધૂન લાગી ગુજરાતીમાં

જીઓ રે કબીરા ભજન ધૂન લાગી
કલાકાર - જીતુગિરિ ગોસ્વામી
શબ્દો - કબીર સાહેબ
તાલ - દીપ ચંદી , માઈટ , ચલતી

(સાખી)
કબીર કહે કમાલકુ , દો બાતા સિખલે ;
કર માલિક કી બંદગી , ભુખેકો અન્ન દે.

કબીર કૂવા એક હૈ , હે જી પનિહારી અનેક ;
બરતન સબ ન્યારે ન્યારે ભયે , પાની સબમે એક હૈ.

ભજન લેર લાગી ગુરુની લેર પણ લાગી
રામધૂન લાગી જેને ભજન ધૂન લાગી
જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

જળ કેરી સંગતુમા પથરા બિગડ્યા
પથરા બિગડ્યા એમાં હીરલા નિવડ્યા
જીઓ રે કબીરા...

છાશ કેરી સંગતુમા દૂધડા બિગડ્યા
દૂધડા બિગડ્યા એમાં ગોરસ નિવડ્યા
જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

ઝાડ કેરી સંગતુમા લીમડા બિગડ્યા
લીમડા બિગડ્યા એમાં ઔષધ નિવડ્યા
જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

સાધુ કેરી સંગતુમા કબીરા બિગડ્યા
કબીરા બિગડ્યા એમાં સંત રે નિવડ્યા
જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

રામધૂન લાગી જેને ભજન ધૂન લાગી
જીઓ રે કબીરા ભજન ધૂન લાગી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Jio re kabira bhajan ler lagi

ટિપ્પણી પોસ્ટ કરો for "Jio Re Kabira Bhajan Dhun Lagi Lyrics જીઓ રે કબીરા ભજન ધૂન લાગી ગુજરાતીમાં"