Skip to content Skip to sidebar Skip to footer

Aajni Ghadite Raliyamani Lyrics ધન્ય આજની ઘડી તે રળિયામણી ગુજરાતીમાં

ધન્ય આજની ઘડી તે રળિયામણી
કલાકાર - પૂનમ ગોંડલિયા
મ્યુઝિક - અજય વાઘેશ્વરી
શબ્દો - નરસિંહ મેહતા
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - હીંચ , એક તાળી , ગરબા

હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી,
હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી જી રે..
આજની ઘડી તે રળિયામણી...

હાં રે પૂર્યો પૂર્યો સોહાગણ સાથીયો
હાં રે પૂર્યો પૂર્યો સોહાગણ સાથીયો
હારે મારે ઘેર આવે હરિવર હાથીયું રે..
આજની ઘડી તે રળિયામણી...

હા રે સખી લીલુડા વાંસ રે વઢાવિયે,
હા રે સખી લીલુડા વાંસ રે વઢાવિયે,
હાં રે ! મારા વાલાના મંડપ રચાવિયે જી રે..
આજની ઘડી તે રળિયામણી...

હા રે સખી જમનાજીના જળ રે મંગાવીએ,
હા રે સખી જમનાજીના જળ રે મંગાવીએ,
હાં રે ! મારા વાલાના ચરણ પખાળિયે રે...
આજની ઘડી તે રળિયામણી...

હા રે સૌ સખીયું મળીને વધાવીએ,
હા હા રે સૌ સખીયું મળીને વધાવીએ,
એ હરે મારા વાલાના મંગળ ગવળાવિયે જી રે..
આજની ઘડી તે રળિયામણી...

હાં રે  સખી રસિયા મીઠડા થી મીઠડો,
હાં હાં રે  સખી રસિયા મીઠડા થી મીઠડો,
હાં રે મેહતા નરસિંહનો સ્વામી દીઠડો રે..
આજની ઘડી તે રળિયામણી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Aajni ghadite radhiyamani by poonam gondaliya

ટિપ્પણી પોસ્ટ કરો for "Aajni Ghadite Raliyamani Lyrics ધન્ય આજની ઘડી તે રળિયામણી ગુજરાતીમાં"