Skip to content Skip to sidebar Skip to footer

Unche Re Dungar Madi Tara Orda Lyrics ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા ગુજરાતીમાં

ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા
કલાકાર - ખીમજી ભરવાડ
મ્યુઝિક - સુરેશ પટેલ
લેબલ - માતાજી
તાલ - દીપચંદી

ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા,
નેજાણી નીચે છે કાંઈ નદીયુ કેરા નીર,
ભેળીયાવાળી રે હો મગર મચ્છવાળી રે હા...
ખોડલઆઈ વેલેરી કરજો રે મારી વાર...

નવઘણ દળ લઈને માડી હાલીયો રે,
માડી એને દરીયો રે આડો છે અપરંપાર,
મોજા ઉછળે રે હો મારગ મળે નહી રે હા...
જગદંબા વેલેરી કરજો રે મારી વાર...

નવઘણ આવ્યો વરુડી ને નેહડેં,
નેજાળી ને કર જોડી લાગ્યો પાય,
વારણા લીધા રે હો આશિષ આઈ એ દીધા રે હા...
ભગવતી વેલેરી કરજો રે મારી વાર...

નવઘણ દળ લઈને હાલીયો,
હેજી ઈ તો હાલ્યો રે કાંઈ સિંધ મારગ મોજાર,
ચકલી બની આવી રે હો ભાલે થઈ સવારી રે હા...
માતાજી એ મારગ રે દીધો સમંદર માંય...
સુમરાને માર્યો માં એ સિંધમા,
જગદંબા એ ઉતાર્યો કાંઈ ભૂમી કેરો ભાર,

ભગા ચારણે ગાયો રે ભેળિયો
માડી તમે રાખો હવે ચારણ કુળની લાજ...
ગુણલા ગાવું રે શીશ ને જુકાવું રે
ભેળીયા વાળી સંકટ રે સમયે કરજો વાર
ભગવતી વેલેરી કરજો રે મારી વાર...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Matajino bheliyo gujaratima

ટિપ્પણી પોસ્ટ કરો for "Unche Re Dungar Madi Tara Orda Lyrics ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા ગુજરાતીમાં"