Skip to content Skip to sidebar Skip to footer

Vanki Valuto Mari Kel Vali Jay Garba Lyrics વાંકી વળું તો મારી કેડ વળી જાય ગુજરાતીમાં

વાંકી વળું તો મારી કેડ વળી જાય
કલાકાર - ઐશ્વર્યા મજમુદાર
મ્યુઝિક - મૌલિક મહેતા , રાહુલ મુંજારિયા
તાલ - ચલતી , ગરબા

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય
કેડ વળી જાય, ડોક નમી જાય
ના સેહવાય હાય હાય હાય હાય...
ઓ રે છબીલી તને શું રે થાય
સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ
હેલ હેલ હેલ મારા હૈયાની હેલ
હાય હાય હાય મને છોડી દે છેલ
છોડી દે છેલ...

ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ
હેલ હેલ હેલ મારા હૈયાની હેલ
હાય હાય હાય મને છોડી દે છેલ
છોડી દે છેલ

આગળ હાલું તો મારી લટ છૂટી જાય
પાછળ હાલું તો મારી કસ તૂટી જાય
આગળ હાલું તો મારી લટ છૂટી જાય
પાછળ હાલું તો મારી કસ તૂટી જાય
લટ છૂટી જાય, કસ તૂટી જાય
ના સમજાય હાય હાય હાય હાય...

ઓ રે છબીલી તને શું રે થાય
સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય....

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Vanki Valuto Mari Kel Vali Jay Garba Lyrics વાંકી વળું તો મારી કેડ વળી જાય ગુજરાતીમાં"