Skip to content Skip to sidebar Skip to footer

Mathe Matukadi Mahini Gholi Garba Lyrics માથે મટુકડી મહીની ઘોળી ગુજરાતીમાં

માથે મટુકડી મહીની ઘોળી
કલાકાર - ઐશ્વર્યા મજમુદાર
મ્યુઝિક - મૌલિક મહેતા , રાહુલ મુંજારિયા
તાલ - હીંચ , ગરબા

માથે મટુકડી મહીની ઘોળી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને
લાજો કાઢ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને
ઝીણું બોલ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને
પાયે લાગ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને
પ્રીત કર્યાની ઘણી હામ રે.. ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mathe Matukadi Mahini Gholi Garba Lyrics માથે મટુકડી મહીની ઘોળી ગુજરાતીમાં"