Skip to content Skip to sidebar Skip to footer

Shyam Vina Vraj Sunu Lage Lyrics શ્યામ વિના વ્રજ સૂનું લાગે ગુજરાતીમાં

શ્યામ વિના વ્રજ સૂનું લાગે
કલાકાર - સુરેશ રાવળ
લેબલ - ક્રિષ્ન ભગવાન
શબ્દો - થારયા ભગત
તાલ - કેહરવા , ચલતી

શ્યામ વિના વ્રજ સૂનું લાગે,
ઓધવ હમકો ન ભાવે રે

વિકટ દિસે યમુના કિનારો,
વસમો લાગે વનરાવન સારો;
અતિ તલખે આ જીવ અમારો,
મોહન કૌન મિલાવે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે,
ઓધવ હમકો ન ભાવે રે...

ચિત હમારો ગયો ચુરા કે,
મોહન મીઠી વેણુ બજાકે;
પહેલે હમસે પ્રીત લગાકે,
રઝળતી મેલી વ્હાલે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે...

હાલ હમારા શ્રીકૃષ્ણ કો કીજે,
યાદવરાય કો સંદેશો દીજે;
હમ રંક પર રીસ ન કીજે,
કરુણા સિંધુ કહાવે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે...

રોવન લાગી વ્રજ કી નારી,
સકલ જગત કે કાજ બિસારી;
હાર્યો પ્રભુ કે ચરણ બલિહારી,
દિલ મેં ધ્યાન લગાવે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

2 ટિપ્પણી for "Shyam Vina Vraj Sunu Lage Lyrics શ્યામ વિના વ્રજ સૂનું લાગે ગુજરાતીમાં"

  1. અજ્ઞાત15/7/22 9:01 PM

    આ થારયા ભગત ના નામે છે please improve

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સાઈટ પર સુધારો કરી દિધો છે.
      ખૂબ ખૂબ આભાર...

      કાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.