https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Aj Mane Samo Malyo Chhe Albelo Lyrics આજ મુંને સામો મળ્યો છે અલબેલો ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Aj Mane Samo Malyo Chhe Albelo Lyrics આજ મુંને સામો મળ્યો છે અલબેલો ગુજરાતીમાં

આજ મુંને સામો મળ્યો છે અલબેલો
લેબલ - સ્વામિનારાયણ ભગવાન
કીર્તન - baps મંદિર દ્વારા
તાલ - હીંચ , એક તાળી , કીર્તન

આજ મુંને સામો મળ્યો છે અલબેલો;
છોગાવાળો રંગછેલો રે આલી...
આજ મુંને સામો મળ્યો છે...

મોંઘામૂલી રે પહેરી મોતીડાની માળા;
ભાલ કપોળ   કેસરાળા રે આલી...
આજ મુંને સામો મળ્યો છે...

ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી;
શોભા ત્રિલોક કેરી દાબી રે આલી...
આજ મુંને સામો મળ્યો છે...

બાજાુ કાજાુરે લીધા ફૂલડાંના બાંધી;
ભ્રમર ભમે છે તાર સાંધી રે આલી...
આજ મુંને સામો મળ્યો છે....

બ્રહ્માનંદનો વ્હાલો રંગડાનો ભરીયો;  
લઈને હૈયામાં ધરિયોરે આલી...
આજ મુંને સામો મળ્યો છે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Aj Mane Samo Malyo Chhe Albelo Lyrics આજ મુંને સામો મળ્યો છે અલબેલો ગુજરાતીમાં"