Skip to content Skip to sidebar Skip to footer

RAHDY MA VASTU CHHE ANMOLI BHAJAN LYRICS IN GUJARATI હ્રદય મા વસ્તુ છે અણમોલી

હ્રદય મા વસ્તુ છે અણમોલી
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો -  દાસ સતાર
તાલ - કેહરવા

હ્રદય મા વસ્તુ છે અણમોલી
તારા ઘટ મા પીયુ બીરાજે,
અંતર પટ જોને ખોલી...
હ્રદય મા વસ્તુ છે...

સંત સમાગમ નીસદીન કરીયે
સાંભળી એ શુધ્ધ બોલી,
સજ્જન કેરા સંગ મા ભાઈ
પ્રગટે પ્રેમ ની હોળી...
હ્રદય મા વસ્તુ છે...

તારા રે ઘટમાં પિયુજી બિરાજે
અંતર પટ જોને ખોલી...
હ્રદય મા વસ્તુ છે...

સત્ય સમશેર લઈ ને માર જો ભાઈ
પાંચ પચીસ ની ટોળી,
શુધ્ધ શબ્દો સંતો ના ભાઈ
પીજો ઘોળી ઘોળી....
હ્રદય મા વસ્તુ છે...

ગુરુ કરી ને ગુરુ ચરણ માં રેજો
શબ્દ ને લેજો તોળી,
દાસ સતાર સદગુરુ પ્રતાપે
તો વાગે જ્ઞાન ની ગોળી...
હ્રદય મા વસ્તુ છે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "RAHDY MA VASTU CHHE ANMOLI BHAJAN LYRICS IN GUJARATI હ્રદય મા વસ્તુ છે અણમોલી"