https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW DHUNIRE DHAKHAVI BELI AME TARA NAMANI LYRICS IN GUJARATI ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

DHUNIRE DHAKHAVI BELI AME TARA NAMANI LYRICS IN GUJARATI ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
કલાકાર - સચિન & જીગર
શબ્દો -  પ્રાચીન ભજન
તાલ - ચલતી , દીપચંદી

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની
ધૂણી રે ધખાવી…

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી…

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની
ધૂણી રે ધખાવી…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "DHUNIRE DHAKHAVI BELI AME TARA NAMANI LYRICS IN GUJARATI ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની"