https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW ANKH MARI UGHADE TYA SITARAM DEKHU LYRICS આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

ANKH MARI UGHADE TYA SITARAM DEKHU LYRICS આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું

આંખ  મારી  ઉઘડે  ત્યાં  સીતારામ  દેખું
કલાકાર - નીતિ ધોળકિયા
મ્યુઝિક - પંકજ ભટ્ટ
તાલ - દીપચંદી , માઈટ

આંખ  મારી  ઉઘડે  ત્યાં  સીતારામ  દેખું 
ધન્ય  મારુ  જીવન  કૃપા  એની  લેખું 
રામ  કૃષ્ણ  રામ  કૃષ્ણ  રચના ઉચ્ચારે 
હરિ  નો  આનંદ  મારે  અંતરે  આવે 
આંખ  મારી  ઉઘડે...

રામાયણ  ગીતા  મારી  અંતર આંખો 
હરિ એ દીધી  છે મને  ઉડવાની  પાંખો 
રામ ના વિચારો મારે  અઢળક  નાળું 
ગાવું  મારે  નિશદિન  રામ  નું   ગાણું 
આંખ  મારી  ઉઘડે...
                          
પ્રભુ ના ભક્તો મારે  સગા  ને  સંબંધી 
છૂટી  ગ્રંથિ  તૂટી  મારી  માયા  ની  ગ્રંથિ  
શુદ્ધ ભક્તિ  વધે  મારી  પૂર્ણિમા  જેવી 
સહુ સંતો  આશિષ દેજો અમને એવા  
આંખ મારી  ઉઘડે...
                            
જેને  શ્રી રામ ચરણ રસ ચાખિયો 
એને  સંસાર  ને  મિથ્યા  કરી  નાખીયો
એ રસ ધ્રુવ ને પ્રહલાદે ચાખ્યો
એ રસ અંબરીશે હદય માં રાખિયો
આરસ ને  જાણે છે સુખદેવ જોગી 
કૈક જાણે છે પેલો નરસૈંયો  ભોગી 
આંખ  મારી  ઉઘડે...

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ANKH MARI UGHADE TYA SITARAM DEKHU LYRICS આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું"