Skip to content Skip to sidebar Skip to footer

Rajbha Gadhvinu Chhapakaru Lyrics In Gujarati રાજભા ગઢવી નું છપાકરું ગુજરાતીમાં

રાજભા ગઢવી નું છપાકરું
કલાકાર - રાજભા ગઢવી
તાલ - કેહરવા , ધીમી ચલતી

સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક.

ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર.

કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે મારામાર.

હનુમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક.

બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી, મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ.

હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન.

લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુકાવ્યા બૈતાળ.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Rajbha Gadhvinu Chhapakaru Lyrics In Gujarati રાજભા ગઢવી નું છપાકરું ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.