Skip to content Skip to sidebar Skip to footer

ANAND MANGAL KARU HU ARTI LYRICS IN GUJARATI આનંદ મંગલ કરું આરતી

આનંદ મંગલ કરું આરતી
કલાકાર - માસ્ટર રાણા
શબ્દો -  પ્રીતમ
તાલ - કેહરવા પ્રકાર

આનંદ મંગલ કરું આરતી‚
હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚
સુંદર સુખડાં લેવા…
આનંદ મંગલ .........

રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚
મોતી ચોક પૂરાવ્યા,
રત્ન કુંભ વત બાહર ભીતર‚
અકળ સ્વરૂપી એવા…
આનંદ મંગલ .........

અનહદ વાજાં ભીતર વાગે‚
આનંદ રૂપી એવા,
જેને આંગણ તુલસીનો ક્યારો‚
શાલિગ્રામની સેવા...
આનંદ મંગલ .........

સંત મળે તો મહાસુખ પામું‚
ગુરુજી મળે તો મેવા,
ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚
પ્રગટ્યા દરશન દેવા…
આનંદ મંગલ .......

અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚
ગંગા જમના રેવા,
કહે પ્રીતમ ઓળખ અણસારો‚
હરિના જન હરિ જેવા…
આનંદ મંગલ ......

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ANAND MANGAL KARU HU ARTI LYRICS IN GUJARATI આનંદ મંગલ કરું આરતી"