Skip to content Skip to sidebar Skip to footer

MATINA MANKHA KONA RE HATHE TU GHADAYO માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો

માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો
કલાકાર - અજાણીતા
શબ્દો - ગોરા ભગત
મ્યુઝિક - પ્રભાત બારોટ
લેબલ - અશોક સાઉન્ડ
તાલ - કેહરવા

(સાખી)
એ માટી કહે કુંભારને
પણ આમતો ખુંદિશ મુજને
પણ એક દી એવો આવશે
અરે રે જેદી હું ખૂંદી નાખીશ તુજને

કિયો રે કુંભારને કિયો રે કારીગર
કોને તને ઘાટ ઘડાયો માટીના મનખા
કોના રે હાથે તુ ઘડાયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો

કઈ રે માટી ખૂંદી કીયોરે ઘડો ખુંદયો
કોને તને ચાકડે ચડયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો

મસ્ત મગન થઈ નાચું જીવડાં
વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ
વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ
વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ
ભૂલીજામાં આનું સગપણ ઘૂંઘટ ના પટ ખોલ
પિતા પુત્ર પતિ પત્ની ખોટા
ફોગટ નું ભરમાયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો

યેભી ગગને ઘડવૈયો એક સૌ ના ઘાટ ઘડે છે
કોઈ રમકડું રહેતું સાજુ કોઈ ભાંગી પડે છે
છત્ર ભુજનો ફરે ચાકડો
સમજો ના સમજાયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો

કઈ રે માટી ખૂંદી કીયોરે ઘડો ખુંદયો
કોને તને ચાકડે ચડયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો
માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "MATINA MANKHA KONA RE HATHE TU GHADAYO માટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો"