Skip to content Skip to sidebar Skip to footer

DUHA NONSTOP LYRICS દુહા નોનસ્ટોપ

દુહા નોનસ્ટોપ
કલાકાર - સુરેશ રાવલ , બટુક મહારાજ
શબ્દો - ઘણા બધા લેખકો
આલ્બમ - દુહા છંદ ની રમઝટ
તાલ - ચલતી , ફૂલ સ્પીડ

ચિંતા વિઘન વિનાશ ની,
માળી કમલાસ ની સકળ,
વીસ હતી હંસ વાહિની,
મને માતા દેહુ સુમર.

આ ગોકુળિયું ગમતું નથી
અને જમુના ખારી ઝેર
પણ મારા વાલા હારે જોને વેર
તે તો સિધને કરાવ્યા શામળા

કાઠીયાવાડ માં કોક દી ભૂલો પડને ભગવાન,
થા ને અમારો મેહમાન,
હે જી તારા એવા કરું સન્માન,
હે તને સ્વર્ગ ભૂલાવુ શામળા.

શિયાળે સોરઠ ભલો,
ઉનાળે ગુજરાત,
વર્ષમાં વાગડ ભલો,
મારો કચ્છડો બારેમાસ.

સોરઠ ધરા સોહામણી,
જ્યાં ઉંચો ગઢ ગીરનાર,
જ્યાં સાવજડા સેંજલ પીયે,
એના નમણા નર ને નાર.

જનની જણ તો ભગત જણ,
કા દાતા કા સૂર,
નહિ તો રેજે વાંજણી,
મત ગુમાવીશ તારુ નૂર.

બાર ગાવે બોલી બદલે,
તરુવર બદલે શાખા,
બાળપણ ના કેશ બદલે,
પણ લખણ ના બદલે લાખા.

આતો કોટે મોર ટણકિયો
અને વાદળ જબકી જોને વીજ
એ મારા રૂદાને રાણો સંભાળ્યો
હરરે જોને આવી અષાઢી બીજ

સોરઠ અમારી જગ જૂની
અને જગ જૂનો ગઢ ગિરનાર
હે જેના સાવજળા સેંજળ પીયે
હે જેના નમણા નર ને નાર

આવા ધિંગાવે દીધેલ ધાન
અને આડા ઓટવા બાંધીને
અને ઓલા રાકાયે નો સઈમરા રામ
એ કદી સુતાય ટાણે શામળા


સાજણ તારા સંભારણા
અને જાણે વયુના ઘેરા વળે
પણ મારા કારજ કેરા કણ હલે
અને જોને આવી એક ચાચ ભરે

ગાયે મકોળા ભરખીયા
અને સ્ત્રીએ ભરખા એના વાળ
એ વેલો થાને લાખા ફલના
એ તારા દેશમાં પળ્યો દુકાળ

એ જીરે વસમી લીધી તે વાટ
અંતર વરી અટવાઈ પળ્યો
પણ મારી ભેળે રેજે ભગવાન
એ તને જાણ કરું છું હુ જાદવા

રુદિયામાં તારુ રટણ
અને ભરી રાખજે તુ ભુદરા
એ તુ તો મનનો થાજે મેમાન
એ ઓલા કરવટ બદલતો નઈ કાનુડા

આતો ગોકુળ ની ગલિયોનો ગોવાળ
અને મથુરામાં મોજું કરે
પણ તારા વિયોગ ના વેવાર
એ મને કઠણ લાગે કાનુડા

www.Gujjulyricsin.com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "DUHA NONSTOP LYRICS દુહા નોનસ્ટોપ"