Skip to content Skip to sidebar Skip to footer

Shane Guman karto શાને ગુમાન કરતો ફાની સી જિંદગાની

શાને ગુમાન કરતો
કલાકાર - તલત મેહમુદ
શબ્દો - અજાણીતા
તાલ - ઠેકા , ગઝલ તાલ

અરે ઓ બેવફા સંભાળ, તને દિલથી દુવા મારી ,
બરબાદ ભલેને થાતો હું , આબાદ રહે દુનિયા તારી.

શાને ગુમાન કરતો (૨)
ફાની સી જિંદગાની

આ રૂપ ને જવાની , એક દિન ફના થવાની ,
શાને ગુમાન કરતો....

રડતાઓને હસાવે , હસ્તાઓને રડાવે
કુદરત ની એક ઠોકર , ગર્વિષ્ઠ ને નમાવે

દુનિયામાં સિકંદરની , પણ ના રહી નિશાની
શાને ગુમાન કરતો....

પછડાય જલ્દી નીચે , જે ખાય છે ઉછાળો
કુદરતે પણ ચંદ્રમા પર , મૂક્યો છે ડાગ કાળો

સમજુ છતાં ન સમજે , એ વાત મૂર્ખતાની
શાને ગુમાન કરતો....

આ જિંદગીનો દીવો , પળમા બુઝાઈ જાસે
ચંદન સમી આ કાયા , ધરણીની ધૂળ ખાસે

માટે વિનય કરું છું બનતો ના તું ગુમાની
શાને ગુમાન કરતો .....

ફાની સી જિંદગાની

www.Gujjulyricsin.com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Shane Guman karto શાને ગુમાન કરતો ફાની સી જિંદગાની"