Skip to content Skip to sidebar Skip to footer

Pap Taru Prakash Jadeja Lyrics પાપ તારું પ્રકાશ જાડેજા

પાપ તારું પ્રકાશ જાડેજા ગુજરાતીમાં
કલાકાર - પ્રફુલ દવે , ભાવના લાબડિયા
મ્યુઝિક - પંકજ ભટ્ટ
તાલ -  કેહરવા , ચલતી, માઇટ

પાપ તારું પ્રકાશ જાડેજા
ધરમ તારોં હંભાળ રે જી
તારી બેડલી ને ડુબવા નહિ દીયે
તારી નાવડી ને ડુબવા નહિ દીયે
જાડેજા રે, આમ તોરલ કે છે જી
એ જી રે એમ તોરલ કે છે જી

હે… હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી
હરણ હણ્યાં લખ ચાર રે
આ વન ના રે મોરલા મારિયા
મેં વન ના રે મોરલા મારિયા
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
અરે રે રે એમ જાડેજો કે છે જી

પાપ તારું પ્રકાશ જાડેજા
અર રે રે ધરમ તારોં હંભાળ રે હો
એ તારી બેડલી ને, બેડલી ને
બેડલી ને બૂડવા નહિ દીયે
તારી નાવડી ને બૂડવા નહિ દીયે
જાડેજા રે, આમ તોરલ કે છે જી
એ જી એમ તોરલ કે છે...

હે… તોડી સરોવર પાળ સતી મેં
તોડી સરોવરયાની પાળ રે
ગો ધન તરસ્યા વાડિયા
મેં તો ધન તરસ્યા વાડિયા
તોળાંદે રે, આમ જાડેજો કે છે જી…
અરે રે રે એમ જેસલ કે છે જી…

હે… લૂંટી કુંવારી જાન એ તોળાંદે
લૂંટી કુંવારી જાન સતી મેં
લૂંટી કુંવારી જાન રે
સાત વિસુમોડ બંધા મારી નાખ્યા
અર રે રે હાત વિસ વરરાજાને મારિયા
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
અરે રે રે જાડેજો કે છે જી

એ પુણ્યે પાપ ઠેલાય, જાડેજા રાજા
પુણ્યે પાપ ઠેલાય રે જી
તારી બેડલીને બૂડવા નહિ દીયે
તારી બેડલીને બૂડવા નહિ દીયે
જાડેજા રે આમ તોરલ કે છે જી
એ જી એમ તોર...

એ… જેટલા માથાના વાળ સતી મારે
જેટા મથે જા વાળ રે
એટલા કરમ મેં કર્યા,
એટલા પાપ દુનિયામાં મેં કર્યા
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
અરે રે રે જાડેજો કે છે જી

એ પાપ તારું પ્રકાશ જાડેજા
અર રે રે ધરમ તારોં હંભાળ રે જી
એ તારી બેડલી ને, બેડલી ને
બેડલી ને બૂડવા નહિ દીયે
તારી નાવડી ને બૂડવા નહિ દીયે
જાડેજા રે, આમ તોરલ કે છે જી
ઓ જી રે એમ તોરલ કે છે જી...

બોલ્યા રે જેસલ રાય તોળાંદે
બોલ્યા રે જેસલરાય તોળાંદે
બોલ્યા રે જેસલરાય રે
તમે રે તર્યા ને મને તારજો
તમે તર્યા ને મને તારજો
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
ઓ જી રે એમ જાડેજો કે છે જી
જેસલ કે છે જી

પાપ તારું પ્રકાશ જાડેજા
ધરમ તારોં સંભાળ રે જી
તારી બેડલી ને ડુબવા નહિ દીયે
તારી નાવડી ને બૂડવા નહિ દીયે
જાડેજા રે, આમ તોરલ કે છે જી
ઓ જી રે એમ તોરલ કે છે જી
જી રે એમ તોરલ કે છે જી
જી રે એમ તોરલ કે છે જી

એ જોને કોઈ કરે તંબૂરાનો તાર રે
કોઈ કરે તંબૂરાનો તાર
અને બીજી પાપી તલવાર
એવા એક રે વ્રજ થી દોનો ઉપજ્યાં...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Pap taru prakash jadeja bhajan lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Pap Taru Prakash Jadeja Lyrics પાપ તારું પ્રકાશ જાડેજા"