Skip to content Skip to sidebar Skip to footer

Ramapirna Norta Aya Lyrics રામાપીરના નોરતા આયા

રામાપીરના નોરતા આયા ગુજરાતીમાં
કલાકાર - સુરેશ ઝાલા
મ્યુઝિક - હાર્દિક - ભૂપત
શબ્દો - સુરેશ ઝાલા
તાલ -  હીંચ , એક તાળી ,

અલ્યા લીલા ઘોડા વાળા તમે પોકરણ થી આવો
હો નેજા ધારી રોમાપીર તમે રણુજા થી આયો
બેની સગુણા ના વાળે તમે વેલા વેલા આવો

અરે.. હે…હે
લીલા નેજા લીલા ઘોડા રોમાપીર ના આયા
લીલા નેજા પીળા નેજા રોમાપીર ના આયા
અહાડી બીજ ના દાડા રોમાપીરના નોરતા આયા
હે અષાઢી બીજ દાડા રોમાપીરના નોરતા આયા

એ..લીલા ઘોડા લીલા નેજા રોમાપીર ના આયા
લીલા ઘોડા લીલા નેજા રોમાપીર ના આયા
અહાડી બીજ ના દાડા રોમાપીરના નોરતા આયા
હે અષાઢી બીજ ના દાડા રોમાપીરના નોરતા આયા...

એ..હે પેલો પેલો પરચો…પરચો પરચો
પેલો પેલો પરચો રાજા અજમલજી ને આલ્યો
પેલો પેલો પરચો રાજા અજમલજી ને આલ્યો
કુમ કુમ ના પગલાં પાડી આંગણ પાવન કીધા

બીજો બીજો પરચો માતા મીનળદે ને દીધો
બીજો બીજો પરચો માતા મીનળદે ને દીધો
ઉકળતી અલ્યા ડેગ ઉતારી જગ માં જય કીધો
હે લીલા ઘોડે ભમ્મર ભાલે મારા ઓગણે આયો...

અરે..હે હે
એ ત્રીજો ત્રીજો પરચો પેલા દરજીડા ને દીધો
ત્રીજો તે પરચો પેલા દરજીડા ને દીધો
કપડાં નો ઘોડો પીરે આકાશે ઉડાળયો

એ..ચોથો ચોથો પરચો પેલા વણજારાને દીધો
ચોથો તે પરચો પેલા વણજારાને ને દીધો
એની રે મિસરી નું લુણ પલમાં પીરે કીધું
હે લીલા ઘોડે ભમ્મર ભાલે મારા ઓગણે આયો

એ…હે પોચમો તે પરચો…પરચો પરચો
એ પોચમો તે પરચો બેની સગુણલા એ દીધો
પોચમો તે પરચો બેની સગુણલા ને દીધો
હુતા રે ભાણેજ પીરે પલ માં રે જગાડયા...

એ હરિ ના ચરણો માં ભાથી અરજી આજે બોલ્યા
હરિ ના ચરણો મા ભાથી અરજી આજે બોલ્યા
તમારા ચરણો મા પીર સદા અમને રાખો
એ લીલા ઘોડા વાળા તમે પોકરણ માં આવો...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
રામાપીરના નોરતા આયા શબ્દો

ટિપ્પણી પોસ્ટ કરો for "Ramapirna Norta Aya Lyrics રામાપીરના નોરતા આયા"