Skip to content Skip to sidebar Skip to footer

Samjan Jivan Mathi Jay Lyrics સમજણ જીવનમાંથી જાય

સમજણ જીવનમાંથી જાય ગુજરાતીમાં
કલાકાર - સુરેશ રાવળ
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  દીપચંદી

સમજણ જીવનમાંથી જાય,તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય...

પિતાજીના વચનને પાળવા માટે, રામજી વનમાં જાય;
આજનો રામલો વૃધ્ધાશ્રમમાં, એના બાપને મેલવા જાય
સમજણ જીવનમાંથી જાય...

ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉર ઉભરાય;
આજના ચેલા,એના ગુરુને શિવાજી બીડીયું પાય
સમજણ જીવનમાંથી જાય...

ચૌદ વરસનું રાજ મળ્યું છતાંય ભરત ના એ ફૂલાય;
પણ પાંચ વરસનો પ્રધાન, આજે જાલ્યો કોઈથી ના જલાય
સમજણ જીવનમાંથી જાય...

મંદિરીયામાં બેઠો પ્રભુજી મનમાં બહુ એ મુંઝાય;
ભાવ વિનાનો ભક્ત આવીને, મને દશીયું ફેંકતા જાય
સમજણ જીવનમાંથી જાય...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Samjan jivan mathi jay

ટિપ્પણી પોસ્ટ કરો for "Samjan Jivan Mathi Jay Lyrics સમજણ જીવનમાંથી જાય"