Skip to content Skip to sidebar Skip to footer

Pritam Varni Chundadi Lyrics પ્રીતમ વરની ચૂંદડી

પ્રીતમ વરની ચૂંદડી ગુજરાતીમાં
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો - સંત મૂળદાસ
તાલ -  દિપચંદી

પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે
પ્રીતમ વરની...

પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે
પ્રીતમ વરની...

વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે
પ્રીતમ વરની...

વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે
પ્રીતમ વરની...

સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે
પ્રીતમ વરની...

મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે
પ્રીતમ વરની...

શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે
પ્રીતમ વરની...

હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે
પ્રીતમ વરની...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Pritam varni chundadi bhajan

ટિપ્પણી પોસ્ટ કરો for "Pritam Varni Chundadi Lyrics પ્રીતમ વરની ચૂંદડી"