Skip to content Skip to sidebar Skip to footer

Maa Maro Sona Rupano Bajothiyo Garba Lyrics માં મારો સોના રૂપાનો બાજોઠીયો

માં મારો સોના રૂપાનો બાજોઠીયો ગુજરાતીમાં
કલાકાર - રાકેશ બારોટ
શબ્દો - પ્રવીણ રાવત
મ્યુઝિક - મયુર નડિઆ
તાલ -  ત્રણ તાળી , ગરબા

ઢોલીડાનો ઢોલ વાગે માંના રે ચોકમાં
નાદ રે સંભળાય આજે જુવો આ ચોકમાં

હે ઢોલના ધણકે શરણાયું રણકે
ચારે દિશાએ જળહળ માંના દીવડા પગટ્યાં છે
હે મોતિયોના હારથી શણગારો માંતને
મહેકે ફૂલડાં માનવીઓના મનડાં મલકે છે
હે મેડિયે મેલ્યો સોનાનો બાજોઠીયો..

હે ચાંદલીયા રે ચોકમાં બાંધ્યાં ચંદરવા
તારલાના તેજમાં રમવા આવ્યા માં
ચાંદલીયા રે ચોકમાં બાંધ્યાં ચંદરવા
તારલાના તેજમાં રમવા આવ્યા માં
હે ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો..

હે બાંધ્યા રે માંડવા દિલ માંડ્યા ડોલવા
હેત રે આવ્યા આજ માને માનાવવા
હે નવલી આ રાતના નોરતા રે આયા
અંબાના ખોળે આજ ગરબા રે ગાવા..

હે અબીલ ગુલાલથી રંગાયો ચોક છે
માંના દર્શનનો મીઠો લેવો લાવો છે
વંદન હજાર છે આરાસુરી માતને
ગરબે રે રમવાનો રૂડો દાડો આવ્યો છે..

હો રૂમઝુમ પગલે અંબે માં આવ્યા
ચોછઠ જોગણીયોને હારે માં લાવ્યા
હો ઉષ્મા આંનદ છાંયો અવસર માડીનો આયો
તાળીયોના તાલે આજે ભક્તિનો સુર રેલાયો..

હે રમઝટ રાસની જામી મધરાતની
સરખી રે સૈયરની હારે ગરબો જામ્યો રે
હે ધરતી રે ધ્રૂજતી રંગચોળ ઊડતી
અંબર માંથી દેવો આજે જોવા ઉમટ્યા રે..

હે ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો (૨)
હે માં મારો સોના રૂપાનો બાજોઠીયો (૨)
હે મેડિયે સોનાનો બાજોઠીયો

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ma maro sona rupano bajothiyo lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Maa Maro Sona Rupano Bajothiyo Garba Lyrics માં મારો સોના રૂપાનો બાજોઠીયો"